{2022} 15 August Essay in Gujarati, 15મી ઓગસ્ટ વિશે નિબંધ

{2022} 15 August Essay in Gujarati, 15મી ઓગસ્ટ વિશે નિબંધ

15મી ઓગસ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અહી આપણે ગુજરાતીમાં 15 august essay in Gujarati નિબંધ કેવીરીતે લખવો તેના માટે 2- ૧૫ મી ઓગષ્ટના અહેવાલ 2022 નીચે રજુ કરવામાં આવ્યા છે, સાથે તમે 15 august essay in gujarati pdf પણ ડાઉનલોડ કરી શકોછો.

15 August Essay in Gujarati 2022 – 15મી ઓગસ્ટ વિશે નિબંધ

15મી ઓગસ્ટના દિવસને ભારત દેશના સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના મુખ્ય ત્રણ રાષ્ટ્રીય તહેવારો છે જેમાં 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ, તરીકે અને 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતી.

ભારતમાં લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજોનું શાસન ચાલતું હતું આપણો દેશ 15 august 1947ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો. આ ખુશીમાં આપણે આ આઝાદી નો તહેવાર ધામધૂમથી ઉજવણી એ છીએ સ્વતંત્રતા દિવસની ઉજવણી સમગ્ર ભારત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ દિવસે સરકારી કાર્યાલયોમાં જાહેર રજા રાખવામાં આવે છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ શાળાઓ અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે દેશભક્તિ ગીતો અને દેશભક્તિના નારાઓથી આખો દેશ ગુંજી ઊઠે છે સમગ્ર દેશ રોશનીથી ઝળહળી ઊઠે છે ટીવી રેડિયો પર આખો દિવસ દેશભક્તિ ના કાર્યક્રમો પ્રકાશિત કરવામાં આવે છે. દેશની આઝાદી માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

15 August india independence day celebrit indian people
15 August independence day celebrit indian people

સ્વતંત્રતા દિવસ ના મુખ્ય સમારંભની ઊજવણી નવી દિલ્હી ખાતે કરવામાં આવે છે જેમાં આપણા દેશના વડાપ્રધાન 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવે છે તેમજ દેશની જનતાને પ્રજાજોગ સંદેશો પણ પાઠવવામાં આવે છે.

વડાપ્રધાન દેશની આઝાદી માટે પોતાની કુરબાની આપનાર શહિદોને શ્રદ્ધાંજલિ આપે છે રમતગમત વિજ્ઞાન અને સાહિત્ય ક્ષેત્રે મેળવેલ સિદ્ધિઓ અંગે માહિતી આપે છે આ પ્રસંગે તેઓ સરકારના દેશના વિકાસના કાર્યોની સમીક્ષા પણ કરતા હોય છે સુરક્ષા દળો દ્વારા પરેડનું આયોજન પણ કરવામાં આવે છે.

ભારતની સુરક્ષા માટે સતત કાર્યરત એવા ભૂમિદળ, હવાઇદળ, અને નૌકાદળ, સાથે મળીને તે તેમની શક્તિને પ્રદર્શિત કરે છે દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા અને શહીદોને બલિદાનો આપ્યા છે અનેક વિર જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર આઝાદી માટે જીવન સમર્પિત કર્યું છે ત્યારે આપણને આઝાદી મળી છે.

આઝાદીની લડત સમયે શહીદ થનાર વીરોના બલિદાનને યાદ કરીએ ત્યારે તેમના બલિદાનને ઉજાગર કરતું અને શ્રદ્ધાંજલિ આપતું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નું દેશભક્તિ ગીત યાદ આવી જાય છે.

રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે.

આઝાદ ભારતના નાગરિક તરીકે દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ આપણી ફરજ છે દેશમાં રહેલા દરેક નાગરિકોએ દેશની રક્ષા માટે પોતાના જીવનના જોખમે સરહદ પર આપણી સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનોનું સન્માન કરવું જોઈએ. તેમજ દેશને આઝાદી અપાવવા પોતાના બલિદાન આપનાર વીર જવાનોને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ.

વતન વાલો વતન ના બેચ દેના એ ધરતી એક ચમન ના બેચ દેના શહીદોને ચાંદી એ વતન કે વાસ્તે શહીદો કે કફન ના બેચ દેના

15 Mi August Nibandh Gujarati Ma

  1. દર વર્ષે આપણે ૧૫મી ઓગસ્ટના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ.
  2. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ આપણો દેશ બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત થયો હતો
  3. 15મી ઓગસ્ટે આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને તે જાહેર રજાનો દિવસ પણ છે
  4. સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે
  5. આ દિવસે દિલ્હીના લાલ કિલ્લા ખાતે મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવે છે અને ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી ભારતીય તિરંગા એટલેકે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.
  6. શાળા મહાશાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શૈક્ષણિક સંસ્થાઓ ધ્વજ વંદન સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ સ્પર્ધાઓ પ્રદર્શનો તથા ઇનામ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે.
  7. આપણા દેશની સ્વતંત્રતા માટે કુરબાની આપનાર શહિદ ભગતસિંહ રાજગુરુ મંગલ પાંડે ચંદ્રશેખર આઝાદ જેવા રણબંકા અને સૂર્ય ગીતો દ્વારા યાદ કરવામાં આવે છે.
  8. ૧૫મી ઓગસ્ટના રાત્રિના સમયે સરકારી ઇમારતો અને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતી હોય છે અને લોકો ફટાકડા ફોડી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા પણ જોવા મળે છે.
  9. 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં દેશભક્તિ નું મોજું ફરી વળે છે.

15th August essay in Gujarati – 15 મી ઓગસ્ટ વિશે નિબંધ

indian Flag HD Image
15th August essay in Gujarati
  • પ્રસ્તાવના
  • આઝાદીનો ઇતિહાસ
  • સ્વાતંત્ર દિનની ઉજવણી
  • ઉપસંહાર

પ્રસ્તાવના

1947ની 15મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે એ દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે દેશ સ્વતંત્ર થયો 15 મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો લોકોના ગૃહ ઉદ્યોગ પડી ભાંગ્યા હતા પરિણામે આપણા હજારો કારીગરો બેકાર બન્યા હતા. અંગ્રેજોના જુલમથી ભારતની પ્રજા ત્રાસી ગઈ હતી.

આઝાદીનો ઇતિહાસ

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી દેશની પ્રજાએ ગાંધીજીને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ બાળ ગંગાધર તિલક વગેરે દેશના નેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દીધું હતું. ભગતસિંહજી રામ બોલ પ્રફુલ ચાકી ચંદ્રશેખર આઝાદ વગેરે યુવાનોએ હસતા હસતા શહીદી વહોરી લીધી હતી છેવટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો એ પ્રસંગે લોકોએ ખૂબ આનંદ મનાવ્યો હતો ત્યારથી સમગ્ર દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ સ્વાતંત્ર દિન તરીકે આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે.

સ્વાતંત્ર દિનની ઉજવણી

૧૫મી ઓગસ્ટના દિવસે જાહેર રજા હોય છે શાળાઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્ર ગીત ગાવામાં આવે છે કેટલાક ગામોમાં અને શહેરોમાં પ્રભાતફેરી નીકળે છે તેમાં બાળકો દેશભક્તિના ગીતો ગાય છે અને દેશ પ્રેમ ને લગતા સુત્રો પોકાર્યા કરે છે. શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કેરમ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને સાંજે મકાનો અને દુકાનો રોશનીથી ઝળહળી ઊઠે છે. ૧૫મી ઓગસ્ટના દિવસે સવારે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધન કરે છે પછી આપણા દેશની સેનાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ટીવી પરથી દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવે છે ટીવી પર દેશપ્રેમને લગતી ફિલ્મ દર્શાવવામાં આવે છે.

ઉપસંહાર

આપણે આઝાદ થયા છીએ પણ હજુ પૂરેપૂરા બાદ થયા નથી 15મી ઓગસ્ટના દિવસે આપણે શહીદોને યાદ કરીએ આપણે આપણા દેશની મહામુલી આઝાદીનું રક્ષણ કરવાની અને દેશને આબાદ કરવાની પ્રતિજ્ઞા લઈએ

જય હિન્દ, જય ભારત

વધુ ગુજરાતી નિબંધ વાંચવા અહી ક્લિક કરી : Jal a jivan Gujarati Nibandh જળ જળ એજ જીવન

10 lines on 15 August in Gujarati – 15 મી ઓગસ્ટ વિશે 10 વાક્ય

  1. 1947 ની 15 August નો દિવસ ભારતના ઇતિહાસ ક્યા સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યો હતો.
  2. આ દિવસે એક મોટા દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો.
  3. 15 મી ઓગસ્ટ ૧૯૪૭ સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું.
  4. ભારતને અંગ્રેજોની જિલ્લામાં ગુલામીમાંથી મુક્ત કરવા ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી.
  5. જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ બાળ ગંગાધર તિલક વગેરે દેશના નેતાઓએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું હતું.
  6. સમગ્ર દેશમાં દર વર્ષે 15 Augustનો દિવસ સ્વાતંત્ર્ય દિન તરીકે આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.
  7. 15 Augustના દિવસે સવારે દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા પર ભારતના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે.
  8. રજા હોય છે અને શાળાની અંદર ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે.
  9. કેટલાક ગામોમાં અને શહેરોમાં દેશભક્તિની ભાવના લોકોમાં જાગે તે માટે સવારે પ્રભાત ફેરીઓ નું પણ આયોજન કરવામાં આવતું હોય છે.
  10. ૧૫મી ઓગસ્ટના દિવસે મુખ્યત્વે આપણે દેશ માટે બલિદાન આપનાર શહિદોને પણ યાદ કરતા હોઈએ છીએ.

Pages: 1 2


Leave a Reply

Your email address will not be published.