ઘરની બહાર થી’ગોરિલા’ને ચોર લઈ ગયા! ઘરનો માલિક આઘાતમાં છે

ઘરની બહાર થી’ગોરિલા’ને ચોર લઈ ગયા!  ઘરનો માલિક આઘાતમાં છે

Gujarati Janva Jevu Viral Gujarati News: સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના ઘરને અંદર અને બહાર સજાવવાનો શોખ હોય છે. ઘરને સજાવવા માટે અલગ-અલગ વસ્તુઓ ગોઠવી સુશોભિત કરતા હોય છે.

લોકો પોતાના ઘરને શણગારવા માટે અવનવા નુસખાઓ અજમાવતા હોય છે, જેમાં ક્યારેક કોઈ તેને ફૂલો થી શણગારે છે, તો કોઈ તેને સુંદર મૂર્તિઓથી શણગારે છે.

જેમાં ઈંગ્લેન્ડના એક માણસે પોતાના ઘરની બહાર પ્લાસ્ટીકના ગોરીલાના નું સ્ટેચ્યુ મુક્યું હતું. આ મહાશયના ઘરની બહાર મુકેલી ગોરીલાની મૂર્તિ કોઈ ઉઠાવી ગયું હતું.

જયારે  ચોર ગોરીલાની મૂર્તિ ઉઠાવતા હતા તે ઘરની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થય ગયા હતા. ઈંગ્લેન્ડના માણસને ગોરીલાની મૂતિ અત્યંય પસંદ હતી. પરંતુ વિચારવાની વાત એ છેકે, આ પ્લાસ્ટીકની ગોરીલાની મૂર્તિ શું ચોરને પણ ગમી ગઈ હશે?.

અંગ્રેજી અખબાર ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, સમરસેટ ફ્રોમમાં રહેતા ક્રિસ મોસ નામના વ્યક્તિના ઘરની બહાર ગોરિલાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તે જોવા સાચા ગોરિલા જેવીજ લાગતી હતી જેના કારણે કેટલીકવાર અજાણ્યા લોકો છેતરાતા હતા.

તે વિસ્તારના રહેવાસીઓ માટે તો ગોરિલા લેન્ડમાર્ક (લેન્ડમાર્ક ગોરિલા સ્ટેચ્યુ) બની ગયું હતું, અને જો કોઈને ઘરે આવવા માટે સરનામું સમજાવવું હોય તો ગોરિલા સ્ટેચ્યુ દ્વારા સમજાવામાં આવતું હતું. પણ 6 માર્ચના રોજ ગેરિલા ગાયબ થઈ ગયો.

Gujarati Janva Jevu: ક્રીશ એન્ટીક ઘડિયાળોને ઠીક કરવાનું કામ કરે છે.

ઘરની બહારથી ગોરીલાની ચોરી
ઈંગ્લેંડમાં રહેતો ક્રિસ જૂની ઘડિયાળોનું રીપેરીંગ કરવાનું કામ કરે છે. ક્રિસ એ જણાવ્યું કે, જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે ગોરિલાનું પૂતળું ઘરની બહાર નથી તે જોઇને તેને પણ આશ્ચર્ય થયું.

ગોરિલાને ગોતવા તેને તરત જ CCTV Camera ચેક કર્યા. જેમાં તેને એક માણસને જોયો જેણે હૂડી પહેરી હતી ગોરિલાના પૂતળામાં લાગેલા નટ-બોલ્ટ, સ્ક્રૂ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે.

ચોર તેના નટ-બોલ્ટ ખોલવામાં અસમર્થ થાય ત્યારે તે ત્યાંથી નીકળી જાય છે અને થોડા સમય પછી પુતળું ખોલવાના સાધનો સાથે પાછો ફરે છે. થોડીવારમાં તે ગોરિલામાં લાગેલા બોલ્ટ ખોલે છે અને તેને ત્યાંથી ઉપાડીને લઈ જાય છે.

Viral Gujarati News: ગોરિલાની ચોરી કરતો ચોર કેમેરામાં ઝડપાયો.

ગોરિલા પહેલાનું પૂતળું પણ ચોરાયું હતું
સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે, આ ગોરિલા છેલ્લા 2 વર્ષથી અહીં ગોઠવવામાં આવ્યો હતો અને તેની પહેલા એક ગુલાબી કલરનું ફ્લેમિંગોનું પૂતળું હતું.

આ જ રીતે કોઈ અહીંથી રાતે ચોરી કરી ગયું હતું, ફ્લેમિંગોનું પુતળું ગાયબ થયા પછી જ ક્રિસે અહી સીસીટીવી કેમેરા લગાવ્યા હતા અને ત્યારબાદ ગોરિલાનું પૂતળું લાવ્યો હતો. તેણે કહ્યું કે ગોરિલા બહુ મૂલ્યવાન ન હતો.

ગોરિલા પ્રત્યે આસપાસના લોકોની ભાવનાઓ તેની સાથે વધુ જોડાયેલી હતી. ચોરી બાદ લોકો તેને ખૂબ મિસ પણ કરી રહ્યા છે. ભલે કેમેરામાં ચોર ચોરી કરતા નજરે પડી ગયો હોય પરંતુ હજુ સુધી ગોરિલા વિશે કંઈ જાણવા મળ્યું નથી.


Leave a Reply

Your email address will not be published.