Jal a jivan Gujarati Nibandh – 2 નિબંધ – જળ જળ એજ જીવન

Jal a jivan Gujarati Nibandh – 2 નિબંધ – જળ જળ એજ જીવન

Jal a jivan gujarati nibandh જળ જળ એજ જીવન વિશે અહી બે નિબંધ લખવામાં આવ્યા છે સાથે જળ એજ જીવન સૂત્રો તેમજ નિબંધની PDF સાથે HD image પણ અહી આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેના માટે પાણી બચાવો વિશે 10 લીટી માં મહત્વના મુદાઓને આવરી લેવાની કોશિશ કરવામાં આવી છે.

Jal a jivan Gujarati nibandh (જળ જળ એજ જીવન)

આપણને જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે, હવા પછી પાણી આપણી મુખ્ય જરૂરિયાત છે તેમના વિના જીવન અશક્ય નથી પાણી પીવામાં વપરાય છે.તે ઉપરાંત પાણી ન હોવા કપડા અને વાસણ ધોવા તેમજ રસોઈ બનાવવા અને ઘરની સફાઈ માટે પણ વપરાય છે.

અને પાણી નો ઉપયોગ મોટી-મોટી મિલો તેમજ કારખાનાઓને પણ તેની જરૂરિયાત પડે છે. પાણી વિના જીવન અશક્ય નથી પાણી વગર અનાજ નો પાકી શકે તેમજ ફૂલ છોડ પર ઉગે શકતા નથી.

માત્ર મનુષ્ય માટે પાણીની જરૂરિયાત નથી સૃષ્ટિ પર જીવતા તમામ પશુ-પંખીઓ જીવજંતુઓ વગેરે પાણી ઉપર મુખ્ય આધાર રાખતા હોય છે, આથી જ આપણે કહી શકીએ છીએ કે જળ એ જ જીવન છે.

પાણી માટે આપણે મુખ્યતવે વરસાદ પર આધાર રાખવો પડે છે જે વર્ષે વરસાદ ન પડે કે બહુ ઓછો વરસાદ પડે તો આપણે તેને દુષ્કાળ પડ્યો તેવું કહીએ છીએ. અને આની અસર મનુષ્ય, પશુ, પંખીઓ પર સીધીજ જોવા મળે છે અને બધા પાણી વિના ટળવળતા હોય છે, અને ઓછા વરસાદને કારણે ખેતરોમાં પૂરતા પ્રમાણમાં અનાજ પણ ઉગતું નથી.

વૃક્ષો વરસાદ લાવવા માટે સોથી વધુ મદદરૂપ થાય છે આથી આપણે દર વર્ષે ‘વૃક્ષારોપણ સપ્તાહ‘ તરીકે ઉજવીએ છીએ. આમ છતાં પાણીની સમસ્યા દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે અને પાણીનો ઉપયોગ સતત વધી રહ્યો છે જેની જરૂરિયાત પૂરી કરવા માટે લોકો ભૂગર્ભ જળને સહારો લેવા લાગ્યા છે.

જેના કારણે ભૂગર્ભ જળની સપાટી પણ ઊંડે જઇ રહી છે આથી એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં લોકો પાણી મેળવવા માટે યુદ્ધો કરતા જોવા મળશે.

હાલમાં તો આ સમસ્યાના ઉકેલ લાવવા માટે અનેક નદીઓ પર મોટા બંધ બાંધવામાં આવ્યા છે તેમજ ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે અને ખેત તલાવડી જેવા નાના તળાવો પણ બાંધવામાં આવ્યા છે. જેથી ચોમાસામાં નકામું વહી જતું પાણી નું સંગ્રહ થાય છે અને તેનો પીવામાં અને સિંચાઇમાં વધુને વધુ ઉપયોગ થાય.

આપણે પણ પાણી બચાવવા ઘણું કરી શકીએ છીએ આપણે પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીએ નળ ખુલ્લો રાખીએ અને ટપકતા નળને સમયસર રીપેર કરાવી એ જેવી સામાન્ય બાબતોથી પણ પાણીને આપણે બચાવી શકીએ છીએ અને આપણી આસપાસના રહેતા લોકો પાણીનો બગાડ કરતા નથી તેનું પણ આપણે થોડું ધ્યાન રાખીએ જો બગાડ કરતા હોય તો આપણે તેને અટકાવવા જોઈએ કેમકે જળ હશે તો જીવન હશે.

Jal aej jivan essay in Gujarati

જળ એ કુદરત તરફથી મળેલ સૌથી મોટી અનમોલ ભેટ છે જળ એ જીવન છે એમ કહેવામાં કોઈ અતીશોક્તી નથી, પાણી વગર પૃથ્વીના કોઈ પણ સજીવ નું જીવન સંભવ નથી આપણે કદાચ ખોરાક વગર થોડા દિવસ જીવી શકીએ પણ પાણી વગર નહીં પાણી જ આપણી પૃથ્વીની અમૂલ્ય ધરોહર છે જો એને કાળજીપુર્વક ઉપયોગ કરવામાં ન આવે અને તે દૂષિત થતું રહેશે તેનો બેફામ બગાડ થતો રહેશે તો જળ સંકટને કારણે સમગ્ર પૃથ્વી નાશ પામી શકે છે.

પૃથ્વી પર 71 ટકા ભાગમાં પાણી આવેલું છે જેથી પૃથ્વીને બ્લુ પ્લાનેટ Blue Planet પણ કહેવામાં આવે છે,

 • આ પૃથ્વી પર જે 71 ટકા પાણી છે તેમાંથી 97.2 % પાણી દરિયામાં આવેલું છે જેનો ઉપયોગ આપણે પીવા માટે કરી શકતા નથી.
 • આ પૃથ્વી પર 2.15 % પાણી બરફ સ્વરૂપે રહેલું છે.
 • 0.61 % પાણી ભૂગર્ભમાં રહેલું છે.
 • પૃથ્વી પર આવેલા જળાશયોમાં 0.009 % પીવાલાયક પાણી રહેલ છે.
 • જેમાં 0.008 % આંતરિક સમુદ્રમાં રહેલું છે.
 • જયારે માટીના ભેજ સ્વરૂપે 0.005 % આવેલું છે.
 • વાતાવરણમાં ભેજ સ્વરૂપે 0.001% આવેલું છે.
 • તથા નદીઓમાં 0.001 % પાણી આવેલ છે.

આમ જોવા જઈએ તો પૃથ્વી પર પાણીનો અખૂટ જથ્થો છે પણ પૃથ્વી પર રહેલ કુલ પાણીના જથ્થામાં થી 97 % પાણી ખારું છે જે પીવા માટે યોગ્ય નથી.

માત્ર 3 % (ત્રણ ટકા) પાણી પીવા યોગ્ય છે, જેમાંથી 2 % (બે ટકા) પાણી તો જમીન અને વાતાવરણમાં રહેલ ભેજના સ્વરૂપે છે તેમજ થોડું પાણી બરફ સ્વરૂપ રહેલું છે આમ જોવા જઈએ તો મનુષ્યને ઉપયોગમાં આવી શકે તેવું પાણી માત્ર 1 % (એક ટકા) જ છે

પૃથ્વી પર વસતા બધા જ જીવો માટે જીવિત રહેવા માટે વાયુ પછી પાણી જ બીજી સૌથી આવશ્યક જરૂરિયાત છે પાણી પીવા માટે ઉપયોગી છે તે સિવાય નાહવા, કપડા ધોવા, વાસણ ધોવા, ઘર સાફ કરવા તેમજ પશુ પંખીઓને પીવા માટે ફૂલ છોડ તેમજ વૃક્ષોને પણ ઉપયોગી છે.

આ ઉપરાંત જોવા જઈએ તો પાણીનો મુખ્યત્વે ઉપયોગ કૃષિમાં સિંચાઈ માટે પણ થતો હોય છે તેમજ મોટા-મોટા કારખાનાઓ અને ઉદ્યોગોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે.

પૃથ્વી પર જ્યારથી જીવનની શરૂઆત થઈ ત્યારથી પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ દુનિયાની મોટાભાગની સંસ્કૃતિ નદી કિનારે વિકસી હતી અને જોવા જઈએ તો, ભારતના મોટાભાગના શહેરો પણ નદી કિનારે આવેલા છે.

આ શહેરોના વિકાસમાં નદીઓનો મહત્વનો ફાળો છે આ વાતને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) દર વર્ષે એટલે કે 22 March (૨૨ માર્ચ)ના દિવસે ‘વિશ્વ જળ દિવસ’ World Water Day તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

Jal a jivan Gujarati save water slogan
Jal a jivan Gujarati save water slogan

આજકાલ વિશ્વના દેશો ચંદ્ર, મંગળ જેવા ગ્રહ પર પાણી છેકે કે નહિ તેની શોધમાં વ્યસ્ત છે, વૈજ્ઞાનિકો જીવનની શોધ કરી રહ્યા છે પણ મુખ્ય બાબત એ છે કે પાણી વગર જીવન શક્ય નથી તેથી આપણે કહી શકીએ કે જળ એ જીવન છે.

પૃથ્વીના પારિસ્થિતિક સંતુલન માટે પણ પાણી ખૂબ મહત્વપૂર્ણ છે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વાદળ બને છે અને એ વાદળો ઠંડા પ્રદેશો માંથી પસાર થાય ત્યારે ત્યાં વરસાદ રૂપે વરસે છે આ વરસાદ જ પૃથ્વી પરના જળાશયો અને નદીઓને ફરીથી ભરી દે છે. અને આના કારણે જમીનની અંદર રહેલું ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવતું હોય છે.

વરસાદ જ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે આહાર શૃંખલા નો આધાર પણ અપ્રત્યક્ષ રીતે પાણી પર જ છે આમ તમામ જીવસૃષ્ટિ માટે પાણી ખુબ જ ઉપયોગી છે આજના આધુનિક યુગનો ઉદ્યોગ પણ વિવિધ પ્રક્રિયાઓ માં મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરે છે.

પાણી વગર સિંચાઈ પણ શક્ય નથી તેમજ સિંચાઈ વગર ખેતીની ઉત્પાદકતા ઘટી જાય છે અને જગતને ભૂખમરો ભરડામાં લે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે ભારતની જનસંખ્યા ને અનાજ ક્યાંથી ઉપલબ્ધ કરાવવું આમ પાણી આપણને ખૂબ જ ઉપયોગી છે તેના વગર જીવનની કલ્પના કરવી જ નકામી છે.

જેમ વર્ષો પસાર થઈ રહ્યા છે તેમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પીવાના પાણીનું સંકટ ઘેરુ બનતું જાય છે વિશ્વ આર્થિક મંચ નામની સંસ્થાના અહેવાલ પ્રમાણે વિશ્વભરના ૭૫ ટકાથી પણ વધારે લોકો શુદ્ધ પીવાના પાણીનો મેળવવાની સમસ્યા ભોગવી રહ્યા છે ભારતના મોટાભાગના શહેરોમાં પીવાના પાણીની સમસ્યા મોં ફાડીને ઊભી છે.

ભારતના મોટા શહેરો જેવા કે દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ, અમદાવાદ જેવા શહેરો ભવિષ્યમાં પાણી માટે વલખા મારતા નજરે પડી શકે છે કેમ કે હાલમાં પાણી સમસ્યા ને કારણે ટેકરો દોડાવવાનો વારો પણ આવી રહ્યો છે.

WHO ના અહેવાલ પ્રમાણે એક વ્યક્તિ દરરોજ પીવા તથા પોતાના શરીરની સ્વચ્છતા માટે 24 લિટર પાણીનો ઉપયોગ કરે છે આ સિવાય અન્ય કાર્યોમાં પણ પાણીનો ઉપયોગ કરે છે. નીતિ આયોગ ના 2018ના એવાલ પ્રમાણે ભારતમાં 60 કરોડ લોકો પાણીની તંગી અનુભવી રહ્યા છે 75 % લોકોના ઘરે પીવાના પાણીની લાઈન નથી 70 % પાણી દૂષિત થઈ ગયું છે.

ભારત પાણીની ગુણવત્તા બાબતે 122 દેશોની યાદીમાં 120 માં અંક પર આવે છે આ આંકડો દર્શાવે છે કે ભારતમાં પીવાનું શુદ્ધ પાણી સૌને મળી રહ્યું નથી ભારતમાં 54% કુવાઓમાં જળસ્તર ઘટી ગયું છે.

જે બતાવે છે કે ભારતમાં ભૂગર્ભજળનું સ્તર પણ ઘટી રહ્યું છે જે હજી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે પાણીની આ સમસ્યા પાછળ ગ્લોબલ વોર્મિંગ, જંગલનો નાશ, શહેરીકરણ, ઉદ્યોગીકરણ, પ્રદૂષણ, વસ્તી વધારો, ઓછો વરસાદ, પાણીનો અવિવેકપુર્ણ ઉપયોગ તથા ભૂગર્ભ જળ પ્રદૂષણ વગેરે જવાબદાર છે.

ભારત આખા વિશ્વમાં જળનો સૌથી વધુ ઉપયોગ કરનાર રાષ્ટ્ર છે અહી સિંચાઇ માટે ભૂગર્ભજળનો ઉપયોગ વધુ કરવામાં આવી રહ્યો છે, તેમજ જૂની પદ્ધતિ કે જેને પાળા પ્રકારની સીંચાઇ તરીકે ઓળખીએ છીએ તેનું ચલણ આજ પણ વધુ પ્રચલિત છે. જેના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણી નો બગાડ થાય છે પરિણામ સ્વરૂપે ભૂગર્ભમાંથી મોટા પ્રમાણમાં જળ બહાર આવી રહ્યું છે તેથી ભૂગર્ભજળ નીચાં જઈ રહ્યા છે.

જંગલોના વધુ પડતા વિનાશને કારણે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે જેના કારણે ઝરણા નદી અને સરોવર સુકાઈ રહ્યા છે પરિણામે ભૂગર્ભજળનું સ્તર પણ નીચે જઇ રહ્યું છે.

જંગલોના વિનાશને કારણે જ ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાઓ ઉદ્ભવી છે જેનું પરિણામ એ આવ્યું કે વરસાદ અનિયમિત થયો કયા ખૂબ ઓછો વરસાદ પડે છે તો ક્યા ખૂબ વધુ વરસાદ પડે છે આનું સીધું પરિણામ એ આવ્યું કે હાલ પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે.

અને બીજી તરફ ઝડપથી વધી રહેલા શહેરીકરણને કારણે પણ પીવાના પાણીની અછત થઈ રહી છે શહેરોમાં કરોડની સંખ્યામાં લોકોને શુદ્ધ પીવાના પાણીનો પૂરતો જથ્થો પહોંચાડો મુશ્કેલ બની રહે છે. વળી શહેરોને કારણે પાણી નું પ્રદુષણ પણ વધ્યું છે.

એક અહેવાલ પ્રમાણે ભારતના 21 % રોગો દૂષિત પીવાના પાણીના કારણે થાય છે શહેરોમાં ડામર અને કોંક્રિટના રસ્તાઓ છે તો ક્યાંક બ્લોક બેસાડવામાં આવ્યા છે શહેરોમાં ક્યાય પણ જમીન ખાલી રહેવા દીધી નથી જેથી વરસાદનું પાણી જમીનમાં ઊતરતું જ નથી પરિણામે ભૂગર્ભજળનું સ્તર નીચું ગયું છે બીજી બાજુ ભૂગર્ભમાંથી બાંધકામ તથા અન્ય વપરાશ માટે પુષ્કળ પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે.

દેશનો વિકાસ થતાં ઔદ્યોગિક વિકાસ પણ ખૂબ સારો થયો છે આવા ઉદ્યોગિક એકમો રસાયણયુકત પાણી નદી કે ખાડીમાં છોડી તેને દૂષિત કરે છે આવું દૂષિત પાણી સિંચાઈ માટે કે પીવા માટે ઉપયોગમાં રહે તું નથી. પાણી તથા અન્ય દેશોમાં પ્રદુષણ વધી રહ્યું છે પ્લાસ્ટિક અને અન્ય કચરો નદીમાં નાખવાથી પાણી ખૂબ જ પ્રદૂષિત થાય છે વાયુ પ્રદુષણના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઉદ્ભવી છે જેના કારણે વરસાદ નહિવત બન્યો.

બીજી તરફ જમીન પ્રદૂષણને કારણે ભૂગર્ભજળ પ્રદુષિત થઈ રહ્યું છે ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં ખેતરમાં વધુ પડતી જંતુનાશક દવાઓનો તેમજ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી રહ્યા છે આ દવા તથા રાસાયણિક ખાતરના રસાયણો પાણી સાથે ભળી પાણીને પ્રદુષિત કરે છે અને આ પ્રદુષિત પાણી ભૂગર્ભ જળમાં સામાન્ય રીતે ઉતરી જતું હોય છે અને પાણીની અંદર હાલ નાઇટ્રેટ ફ્લોરાઇડ, આયર્ન આર્સેનિક, લેડ, કેડિયમ જેવા ઝેરી તત્વો ભળી ગયા છે, જેના કારણે પાણી પીવાલાયક રહેતું નથી. જેના કારણે આજે આપણે પીવાના સુધ્ધ પાણીની તંગી અનુભવાઈ છે.

વધતી જતી વસ્તીને કારણે પાણીનો વપરાશ પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે ભારત જેવા દેશો માં આજે નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે ત્યાં લોકો પાણીનો અવિવેકપુર્ણ ઉપયોગ કરી રહ્યા છે. જાણો નવી પેઢીને તેની જરૂર જ નથી આપણ એક જળસંકટ નું મોટું કારણ છે આમ આ બધા કારણો ના લીધે સમગ્ર વિશ્વ જળસંકટનો સામનો કરી રહ્યું છે.

જળસંકટનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે આપણા સૌની એ પણ જવાબદારી અને ફરજ છે કે પાણીનો વિવેકપુર્ણ ઉપયોગ કરીએ જે લોકો બેફામ ઉપયોગ કરી રહ્યા છે, એ લોકોને અટકાવવા એ પણ સરકારની સાથે આપણી જવાબદારી છે સરકારે પણ એ માટે કડક કાયદા બનાવવાની તેમજ તેનો કડક રીતે અમલવારી થાય તેના વિશે વિચારવું જોઈએ.

દૂધ પીવા લાયક પાણી માંથી 70 % પાણી ખેતીમાં ઉપયોગ થાય છે તેથી હવે ખેતીની પરંપરાગત પિયત પધ્ધતિ બદલવી પડશે ઇઝરાયેલ અને જગતને દક્ષતા ફુવારા પદ્ધતિ આપી છે તેને સમગ્ર જગતને અપનાવવી પડશે જેથી પાણીનો બગાડ અટકે આ પદ્ધતિને કારણે ઇઝરાયેલ રણમાં પણ ખેતી કરી રહ્યું છે અને આ ટપક પદ્ધતિ ને કારણે બાષ્પીભવનની પ્રક્રિયા ઘટે છે અને પાણીની બચત થાય છે.

શહેરોમાં બાથરૂમ સંડાશ માંથી નીકળતા પાણીને નો ઉપયોગ કરી શુદ્ધ કરી ફરી ઉપયોગમાં લેવું જોઈએ ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણ પાણીને શુદ્ધ કર્યા પછી જ નદીમાં છોડવું જોઈએ જો કોઈ કંપની નિયમોનો ભંગ કરે તો તેને કડક સજા થાય તેવી જોગવાઈ કરવી જોઈએ. આ સુદ્ધ કરેલ પાણીનો ઉપયોગ સિંચાઈ કરી શકાય છે જેથી શુદ્ધ પાણીની બચત થાય છે. ઇઝરાયેલની કંપનીએ એવી ટેક્નોલોજી વિકસાવી છે કે જે હવામાં રહેલ ભેજને માંથી પીવાનું પાણી બનાવી શકે છે ઈઝરાયેલમાં 60% રણભૂમિ છે પૃથ્વીના પેટાળમાં પણ ખારું પાણી છે તે સમુદ્રના ખારા પાણીને પ્રોસેસ કરીને મીઠું પીવાલાયક પાણી બનાવી પોતાની જરૂરિયાતોને પહોંચી વળે છે.

અને વધુમાં વાત કરીએ તો પેરુ નામના દેશમાં તો ધુમ્મસ માંથી પીવાલાયક પાણી બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે તે પીવાલાયક પાણીની જરૂરિયાત સંતોષે છે

પાણીની બચત કરવા માટે આપણે કરોમાં વોટર ફ્રી યુરીનલ બનાવવા જોઈએ જેથી એક વર્ષે આશરે 25,000 લીટર પાણીની બચત થઈ શકે છે. પરંપરાગત રીતે ફ્લસમાં ખૂબ જ પાણીનો બગાડ થાય છે શાળામાં શિક્ષણ દ્વારા જાગૃતિ લાવવી જોઈએ આ સિવાય કાયદો બનાવી ફરજિયાત બધા જ ઘરોમાં આ સુવિધા બનાવવી જોઈએ પાણી બચાવવા માટે ગામ કે શહેર તમામ ઘર કે બિલ્ડિંગ પાસે વરસાદી પાણીના સંચય ની સુવિધાઓ હોવી જોઈએ. વરસાદના વહી જતા પાણીને ભૂગર્ભમાં મોટા ટકા બનાવી સંગ્રહ કરવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ જે પાણીનો ઉપયોગ ચોમાસા સિવાય ઋતુમાં કરી શકાય.

અગાસી ઉપરના પાણીને પાઇપલાઇન દ્વારા બોરિંગ માં ઉતારી બોર ને રિચાર્જ કરવાની વ્યવસ્થા પણ ઉભી કરવી જોઈએ ખેતરમાં આવેલા કૂવા ને પણ ચોમાસામાં વહેતા પાણી દ્વારા રિચાર્જ કરવાની કરવાની સુવિધા હોવી જોઈએ કુવા રિચાર્જ દ્વારા ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવે ઘણા બધા વ્યક્તિઓ પોતાના ઘરમાં આ સુવિધા ઊભી કરી છે

ગામડાઓમાં ખેતીવાડી બનાવી જોઈએ જો તળાવ હોય તો તેને ઊંડા કરવા જોઈએ આ રીતે પાણીનો સંગ્રહ કરી સિંચાઈ કરવી જોઈએ આ ઉપરાંત નદીને આડે ચેકડેમો બનાવવાની પાણીનો સંગ્રહ કરવો જોઈએ આ રીતે ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઇ શકે છે વળી આના દ્વારા ભૂગર્ભજળનો ઉંચુ આવશે ભારતના ઘણા બધા ગામડાઓમાં આવા ચેકડેમો બનાવવામાં આવ્યા છે જેના દ્વારા આ ગામોમાં પીવાના પાણીનો ઉકેલ આવી ગયો છે વરસાદ ના હોય જતાં પાણીનો સંગ્રહ કરવાનો ખૂબ સારો ઉકેલ છે

જંગલોને કપાતો અટકાવવા પડશે વધુને વધુ વૃક્ષો વાવવા પડશે જેથી વધુ વરસાદ આવે તથા પ્રદૂષણ ઘટે વરસાદ જ પૃથ્વી પરના પાણીનો મુખ્ય સ્ત્રોત છે જો જંગલો કપાશે તો બધી સમસ્યા ઉદ્ભવે છે સામાજિક વનીકરણ દ્વારા વધુ વૃક્ષો નો વિકાસ થાય તેવા પ્રયત્નો સમાજ તેમ જ સરકારે પણ કરવા પડશે વાસણ કપડા ગાડી ધોવા માટે વધુ પાણી વપરાય છે તે અટકાવવું પડશે વળી આ રીતે પાર વપરાયેલા પાણીનો ઉપયોગ બાગ-બગીચા કે સિંચાઈ માટે કરવો જોઈએ જેથી પીવાલાયક પાણીની બચત થઈ શકે

આમ સમગ્ર વિશ્વ સમક્ષ આવેલા જળસંકટ ને પહોંચી વળવા સહિયારા પ્રયાસની જરૂર છે લોકો સરકાર તથા સંસ્થાઓના સહિયારા પ્રયાસથી જ આ શક્ય બનશે ઉપર જણાવેલા ઉપાયો યોગ્ય અમલ કરી સંકટને દૂર કરી શકવાની સફળતા મળશે લોકોમાં જવાબદારીની ભાવના આવે તેવા પ્રયત્નો કરી તેમને આ મિશનમાં જોડીને જ આ સંકટ થી છુટકારો મેળવશે એ આપણી સાપ્રત માનવજાતનું ધ્યેય વાક્ય બનશે તો જ આપણે આવનારી પેઢીને જીવવા યોગ્ય પૃથ્વી આપી શકીશું.

પાણી બચાવો વિશે 10 લીટી

 1. પાણી એ જ જીવન છે
 2. આપણે પાણી વગર જીવી શકતા નથી
 3. આપણી પૃથ્વી ના જે પગ પર પાણી છે તેને આપણે કહીએ છીએ
 4. આપણી પૃથ્વી ના ત્રણ ભાગમાં પાણી આવેલું છે
 5. સરોવર નદીઓ કૂવા તળાવ વગેરે મીઠા પાણીના સ્ત્રોત છે
 6. પાણીને પોતાનો કોઈ પણ રંગ ગંધ કે આકાર હોતો નથી
 7. આપણને પીવા રાંધવા નહાવા તથા સફાઇ માટે પાણીની જરૂર પડે છે
 8. ખેડૂતો ખેતી કરવા માટે પાણીનો ઉપયોગ કરે છે
 9. નો દરિયાઈ જીવો અને માછલીઓ માટે પાણીએ નિવાસસ્થાન છે
 10. માનવજીવનના અસ્તિત્વ માટે ચાલો આજે એક સંકલ્પ કરીએ પાણી બચાવો જીવન બચાવો

જળ સંચય ના સુત્રો

Jal a jivan save water slogan Gujarati
Jal a jivan save water slogan Gujarati
 • પાણી બચાવો જીવન બચાવો
 • જળ અમૃત તેના વિના બધું મૃત
 • નીર છે તો નૂર છે બાકી દુનિયા દૂર છે
 • વિના પાણી જીવન ધૂળધાણી
 • જીવનની જરૂર જાણ જળસંચયની સમજણ
 • ટીપુ ટીપું એક કરીશું જળસંચયની વાત કરીશું
 • વૃક્ષોનું જતન પાણીવાળું વતન
 • જો પાણી જઈએ રે તો દુઃખ આવે આપમેળે
 • નીર ની માવજત માણી નીર ની કિંમત જાણી
 • ખેડુતભાઈ ખેડૂતભાઈ ટપક સિંચાઈથી લાભ થાય
Jal a jivan save water slogan Gujarati drip irrigation
Jal a jivan save water slogan Gujarati drip irrigation
 • જળસંચયની પહેલી ફરજ જળસંચયની અમારી અરજ
 • જળ સંચય નો લઈએ સંકલ જળ બચાવવાનો એક જ વિકલ્પ
 • મફત જાણી વેડફવું પાણી મારી કિંમત તમે ન જાણી
 • પાણીનો જ્યારે અભાવ થાય ત્યારે તેનો ભાવ સમજાય
 • પાણી વિના જીવન શુષ્ક પાણી છે તો જીવન પુષ્પ
 • વહેજો નદીઓ જીવે સૌ સદીઓ
 • પાણી બચાવો હમણાં સાકાર થશે સમણા

PDF Jal a Jivan Gujarati Nibandh essay Download

મિત્રો તમે નીચે આપેલ Download બટન પર ક્લિક કરી Jal ej jivan nibandh ની PDF Download કરી શકો છો.


Leave a Reply

Your email address will not be published.