7 દિવસ પછી પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે મહાકાય ઉલ્કા.

7 દિવસ પછી પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે મહાકાય ઉલ્કા.

Janva Jevu Gujarati ગુજરાતીમાં જાણવા જેવી માહિતી મહાકાય ઉલ્કા વિશે: આપણે દરરોજ આવી રોચક માહિતી આપણને મળતી હોય છે કે દુનિયા ખતમ થવા જઈ રહી છે.

અથવા ફલાણી-ફલાણી તારીખે પૃથ્વીનો અંત આવશે. ઘણી વખત એસ્ટરોઇડ અથડાવાના કારણે પૃથ્વી પર રહેતા તમામ પ્રાણીઓ મૃત્યુ પામશે આવા અહેવાલો મળતા રહે છે.

જાણવા જેવું: નાસાના વૈજ્ઞાનિકોની ચેતવણી

મળતી માહિતી મુજબ નાસાના વૈજ્ઞાનિકો દ્વારા આગામી સપ્તાહ માટે આવી બીજી ચેતવણી જારી કરવામાં આવી તેમણે કહ્યું કે, આવતા અઠવાડિયે વિશાળકાય ઉલ્કા પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે.

જેનું નામ મોન્સ્ટર પ્લેનેટ કિલર આપવામાં આવ્યું છે. જો તે પૃથ્વીના કોઈપણ ભાગ સાથે અથડાશે તો આખી પૃથ્વી નાશ પામશે.

  • આ મહાકાય ઉલ્કાને 2013 BO76 નામ આપવામાં આવ્યું છે. આ પ્લેનેટ કિલર 24 માર્ચે પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીકથી પસાર થવાની ધારણા છે.
  • જો કે, અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પૃથ્વીની બાજુમાં કોઈપણ નુકસાન વિના ભ્રમણકક્ષામાંથી પસાર થશે.
  • પરંતુ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે તેની અથડામણની શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાય તેમ નથી. જેના કારણે વૈજ્ઞાનિકો તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

Janva Jevu Gujarati: આ ઉલ્કા વિશે નવું જાણો

નાસાએ એક ચેતવણી જારી કરીને લોકોને 2013 BO76 વિશે ચેતવણી આપી હતી. નાસાએ કહ્યું કે 24 માર્ચે તે પૃથ્વીની નજીકથી પસાર થશે. તેની સાઈઝ 600 થી 1500 ફૂટ જણાવવામાં આવી રહી છે.

તે પ્રથમ 17 જાન્યુઆરી 2013 ના રોજ ચિહ્નિત થયેલ હતું. આ પછી, તેની તસવીર 7 માર્ચે લેવામાં આવી હતી. તે સમયે તે પૃથ્વીથી લગભગ 15 મિલિયન માઈલ દૂર હતું.

Gujarati Janva Jevu: જાણો કેટલુ અંતર રહેશે

24 માર્ચે તે પૃથ્વીની સૌથી નજીક પહોંચશે. તે સમયે તેનું પૃથ્વીથી અંતર માત્ર ત્રણ મિલિયન માઈલ હશે. જો કે, આંકડાઓની દૃષ્ટિએ તે હજી દૂર છે, પરંતુ જો ઉપર-નીચે કંઈપણ થાય તો વિનાશ આવી શકે છે.

જેના કારણે નાસાના વૈજ્ઞાનિકો સતત તેના પર નજર રાખી રહ્યા છે.

નાસાએ તેના સંભવિત જોખમોની યાદીમાં 2013 BO76 નો સમાવેશ કર્યો છે. જો તમે આ ઉલ્કાપિંડને જોવા માંગો છો, તો તમે તેને ઓનલાઈન વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ હેઠળ જોઈ શકો છો.


Leave a Reply

Your email address will not be published.