નશામાં ધૂત મહિલા યુક્રેન ગઈ અને રશિયન સેના સાથે લડવા માટે ટેક્સી બુક કરી

નશામાં ધૂત મહિલા યુક્રેન ગઈ અને રશિયન સેના સાથે લડવા માટે ટેક્સી બુક કરી

Viral Gujarati News: મહિલા દારૂના નશામાં યુક્રેનમાં રશિયન સૈનિકો સામે લડવાની : આજકાલ ઓનલાઈન ટેક્સી બુક કરાવવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. લોકો સરળતાથી ઉબેર, ઓલા જેવી ટેક્સી સેવાઓનો ઉપયોગ કરે છે.

પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ એક દેશથી બીજા દેશમાં જવા માટે કેબ બુક કરાવતો હોય.(book uber cab to ukraine)

Viral Gujarati News મહિલા દારૂના નશામાં યુક્રેનમાં રશિયન સૈનિકો સામે લડવાની હતી

તાજેતરમાં ઈંગ્લેન્ડની એક મહિલાએ આવું જ કર્યું. દારૂના નશામાં ધુત મહિલાએ બુકે ઇંગ્લેન્ડથી યુક્રેન સુધી કેબ કરવાનો પ્રયાસ કર્યો તેણીને ખબર પણ ન હતી કે ઘરે જવાને બદલે તે યુક્રેન જવા માટે ટેક્સી બુક કરી રહી છે. ટેક્સીનું ભાડું એટલું વધારે હતું કે તે જાણીને દરેકના હોશ ઉડી ગયા છે.

ગ્રેટ માન્ચેસ્ટરના વર્સ્લીમાં રહેતી 34 વર્ષીય લિયોની ફિલ્ડેસ 5 માર્ચે તેના મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે એક બારમાં ગઈ હતી જ્યાં તેણે તેના મિત્રો સાથે ખુબજ દારૂ પીધો હતો. દારૂના નશામાં બધાએ રશિયા અને યુક્રેનના યુદ્ધની ચર્ચા કરવાનું શરૂ કર્યું. વાત વાતમાં રશિયન સેના સામે લડવા અને યુક્રેનને મદદ કરવાના નિર્ણય સુધી ચર્ચા ચાલી.

Drunk England woman યુક્રેન જવા માટે કેબ બુક કરાવવાનું શરૂ કર્યું(book uber cab to ukraine)

એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, લિયોનીનો બોયફ્રેન્ડ આર્મીમાં છે તેથી તેણે તેના મિત્રોને કહ્યું કે જો તેનો બોયફ્રેન્ડ યુદ્ધમાં જશે તો તે પણ તેની સાથે જશે. ઘરે જવાનો સમય થયો ત્યાં સુધીમાં ચર્ચા એટલી ગંભીર બની ગઈ હતી કે ઘરે જવાને બદલે લિયોનીએ રશિયન સેના સાથે લડવા માટે યુક્રેન જવાનું નક્કી કર્યું.

ઓનલાઈન વાત કરતા કરતા તે ખુદ ભૂલી ગઈ કે કયાની ટેક્ષી બુક કરાવી!તેને ઘર માટે કેબ બુક કરવાની હતી પરંતુ તેને યુક્રેન જવા માટે વારંવાર કેબ બુક કરી રહી હતી. સતત 1 કલાક સુધી કેબ બુક કરવાની કોશીસ કરતી રહી પણ તેનાથી ટેક્ષી બુક ન થઈ જેથી તેણીએ બીજી કેબ સર્વિસ લીધી અને મોડી રાત્રે ઘરે પહોંચી.

જૂઓ વિડીયો- સિંહણનું ટોળું શિકાર કરવા ગયું હતું પણ એવું થયું કે ભાગવું ભારે પડી ગયું

ભાડું રૂ. 4 લાખથી વધુ હતું
તેને આ સમગ્ર મામલાની ગંભીરતા બીજા દિવસે જ્યારે તેની બેંકમાંથી ફોન આવ્યો ત્યારે સમજાયું. બેંકર્સ જાણવા માંગતા હતા કે શું લિયોની કોઈ છેતરપિંડીમાં ફસાઈ છે.

કારણ કે કેબ બુક કરાવવાનો ચાર્જ એટલો વધારે હતો કે બેંકવાળા પણ અચંબામાં પડી ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે લિયોની ઈંગ્લેન્ડથી યુક્રેન માટે 2,723 કિમીની કેબ બુક કરી રહી હતી

અને તેનું ભાડું રૂ. 4 લાખથી વધુ દર્શાવતું હતું  મોટી વાત એ હતી કે તેના ખાતામાં એટલા પૈસા નહોતા કે કેબ બુક કરાવી શકાય.


Leave a Reply

Your email address will not be published.