બોયફ્રેન્ડે યુવતીને ફેસબુક પર ટેગ કરી, તો યુવતીને નોકરી ગુમાવાનો વારો આવ્યો.

બોયફ્રેન્ડે યુવતીને ફેસબુક પર ટેગ કરી, તો યુવતીને નોકરી ગુમાવાનો વારો આવ્યો.

Viral Gujarati News Ella Griffith:  આજે લોકો સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરે છે, જોવા જઈએ તો ઓનલાઈન દુનિયા એકદમ અલગ છે જેમાં લોકો સોશિયલ મીડિયા પર પોતાની અંગત જિંદગી પણ લોકો સાથે શેર કરે છે.

સોશિયલ મીડિયા દ્વારા પણ મિત્રો અને સંબંધીઓ સાથે જોડાયેલા રહે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકો પોતાની માહિતી એક બીજા સુધી  પહોચાડવાનું કામ કરે છે. જો કે, ઘણીવાર લોકોને આના કારણે નુકસાન પણ થાય છે. યુકેમાં રહેતી 25 વર્ષીય એલા ગ્રિફિથ સાથે પણ આવું જ થયું.

Viral Gujarati News Ella Griffith

તેણે તેની શાળાના ખોટું બોલીને પ્રિન્સીપાલ પાસેથી એક અઠવાડિયાની રજા લીધી જેનો પરંતુ facebook video અને ફોટો પોસ્ટે તેની ખોટી રજા લીધાનો પર્દાફાશ કર્યો.

ઈલા ફેસબુક પર તેના તેના સાથી મિત્રો સાથે રંગે હાથે ઝડપાઈ હતી. એલા ફેસબુક પર પોસ્ટ શેર કરવા માટે સાવચેત રહેતી હતી કેમકે તે ખોટું બોલીને તેના મિત્રો સાથે બહાર ફરવા ગઈ હતી.

પણ તેની સાવચેતી વધુ સમય ના ચાલી. કેમકે તેના બોયફ્રેન્ડે ઈલાને પોસ્ટમાં ટેગ કરી જેથી તેના જૂઠાણાનો પર્દાફાશ થયો અને સજાના ભાગ રૂપે ઈલાને શાળામાંથી કાઢી મૂકવામાં આવી. Viral Gujarati News શું છે, ચાલો જાણીએ આખો મામલો.

Ella Griffith એ ખોટું બોલી રજા મેળવી
પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ઈલાએ પ્રિન્સિપાલને કહ્યું હતું કે તેના ઘરે ગંભીર બીમારીની સમસ્યા છે. તેણે કહ્યું કે તેને પોતાની સંભાળ રાખવા માટે એક અઠવાડિયાનો સમય જોઈએ છે.

એમ કહીને તેણે શાળા માંથી એક વીકની રજા લીધી. પ્રિન્સિપાલે પણ માનવીય વલણ દાખવીને રજા મંજુર કરી દીધી હતી. પણ તેને શું ખબર કે અહીં વાત કઈક અલગ જ છે.

જૂઓ વીડિયો – ડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

ફેસબુક પર ખોટું પકડાયું
એલા વેલ્સમાં Ysgol Cybi શાળામાં સહાયક પ્રોફેસર હતી તેણે અંગત સમસ્યાઓના આધારે તેની જ શાળાના આચાર્ય રીહાન ગ્રીવ પાસે રજા માંગી હતી.

પરંતુ થોડા સમય બાદ તેના બોયફ્રેન્ડે એલા સાથે રોમમાં વેકેશન પર હતી ત્યારે ફેસબુક પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરોમાં ઈલા આઈસ બારમાં દારૂ પીતી અને આખા રોમમાં ફરતી જોવા મળી હતી.

કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઈલા ખોટું બોલી હતી અને તે તેના પ્રેમી સાથે ફરવા ગઈ હતી. આ પછી ઈલાને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હતી.

જેથી Viral Gujarati News વાયરલ સમાચાર બની ગયા છે અને લોકો તેમના બોયફ્રેન્ડને ભૂલનો જીમેદાર ગણે છે તો કોઈ એથીક્સની વાતો કરે છે, જે પણ હોય આજે Ella Griffithને સાચે નોકરી ગુમાવાનો વારો આવ્યો છે.


Leave a Reply

Your email address will not be published.